Headlines

‘ઉસ્ત્રાસે પંગા નહીં લેને કા, શરીરસે આત્મા કાટ લેતા હૈ’:શાહિદ-તૃપ્તિની લોહીયાળ લવસ્ટોરી; દમદાર ડાયલોગ્સ, એક્શનથી ભરપૂર ‘ઓ રોમિયો’નું ટ્રેલર રિલીઝ

શાહિદ કપૂર-તૃપ્તિ ડિમરીની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 3.8 મિનિટ લાંબા આ ટ્રેલરમાં રોમાન્સ, લાગણીઓ, જુસ્સો, છેતરપિંડી, બદલો, હિંસા, લોહિયાળ દ્રશ્યો અને દમદાર ડાયલોગ્સ છે. ‘ઓ રોમિયો’ માત્ર લવ સ્ટોરી નહીં પરંતુ જુસ્સો અને બલિદાનની વાર્તા હોય તેવું ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે. ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થશે.

ઉસ્ત્રા ઠંડા કાળજે અનેકના લોહી વહાવશે

શાહિદ કપૂર ફિલ્મમાં ઉસ્ત્રાનું પાત્ર ભજવી રહ્યો છે, જે કોઈના મોતની સોપારી દેવા આવેલી તૃપ્તિ ડિમરીના પ્રેમમાં પડે છે. ફિલ્મમાં શાહિદનું અલગ રૂપ જોવા મળે છે, ટ્રેલરમાં એક દ્રશ્યમાં તે તૃપ્તિ સાથે રોમાન્સ કરતો તો બીજા દ્રશ્યમાં તેની સાથે બળજબરી કરતો જોવા મળે છે. શાહિદ ઠંડા કાળજે અનેકના લોહી વહાવતો જોવા મળે છે. તે કહે છે, ‘ઉસ્ત્રા સે પંગા નહીં લેને કા, શરીર સે આત્મા કાટ કે લે જાતા હૈ.’

શાહિદનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.

શાહિદનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.

ટ્રેલર એક્શનથી ભરપૂર છે.

ટ્રેલર એક્શનથી ભરપૂર છે.

તૃપ્તિ ડિમરીનું રહસ્યમય પાત્ર

ફિલ્મમાં તૃપ્તિ ડિમરીનું પાત્ર રહસ્યથી ભરેલું છે. તે કોઈ વ્યક્તિને મારી નાખવાની સોપારી લઈને શાહિદ પાસે આવે છે. ટ્રેલરમાં તે ક્યારેક શાહિદ સાથે પ્રેમ કરતી, ક્યારેક ઘૃણા કરતી અને ક્યારેક તેની જ વિરૂદ્ધ બંદૂક લઈને ઉભેલી જોવા મળે છે.

શાહિદ અને તૃપ્તિ પહેલીવાર સાથે સ્ક્રિન શેર કરી રહ્યા છે.

શાહિદ અને તૃપ્તિ પહેલીવાર સાથે સ્ક્રિન શેર કરી રહ્યા છે.

તૃપ્તિના પાત્રના અલગ અલગ શેડ્સ જોવા મળશે.

તૃપ્તિના પાત્રના અલગ અલગ શેડ્સ જોવા મળશે.

‘હમારી તો મોહબ્બત મહેંગી હૈ…’

‘લૈલા મજનૂ’ અને ‘ખાખીઃ ધ બિહાર ચેપ્ટર’ ફેમ એક્ટર અવિનાશ તિવારી ‘ઓ રોમિયો’માં ખતરનાક ભૂમિકા ભજવી રહ્યો છે. તે કહે છે, ‘હમારી તો મોહબ્બત મહેંગી હૈ, ઔર તુમને તો રંજીશ ખરીદ લી.’

અવિનાશ તિવારી અને શાહિદ કપૂર આમને-સામને લડાઈ કરે છે.

અવિનાશ તિવારી અને શાહિદ કપૂર આમને-સામને લડાઈ કરે છે.

તૃપ્તિ અને શાહિદ વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

તૃપ્તિ અને શાહિદ વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

નાના પાટેકર અને ફરીદા જલાલના પાત્રોએ દિલ જીત્યું

સાજિદ નાડિયાડવાલાના પ્રોડક્શન હેઠળ બનેલી ‘ઓ રોમિયો’નું ડિરેક્શન વિશાલ ભારદ્વાજે કર્યું છે. ફિલ્મમાં નાના પાટેકર, ફરીદા જલાલ, વિક્રાંત મેસી, તમન્ના ભાટિયા, અરુણા ઈરાની જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

એક સીનમાં શાહિદ પૂછે છે, 'હમ આપકે હૈ કૌન?' તેના જવાબમાં નાના પાટેકર કહે છે, 'માથુર, જબ કહુંગા નાચના પડેગા.'

એક સીનમાં શાહિદ પૂછે છે, ‘હમ આપકે હૈ કૌન?’ તેના જવાબમાં નાના પાટેકર કહે છે, ‘માથુર, જબ કહુંગા નાચના પડેગા.’

ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ફરીદા જલાલનું પાત્ર ચર્ચામાં છે.

ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ફરીદા જલાલનું પાત્ર ચર્ચામાં છે.

ફિલ્મમાં એક્શનની સાથે સાથે દમદાર ડાયલોગ્સ

ફિલ્મ એક્શન પેક્ડ તો છે જ, સાથે તેમાં ડાયલોગ્સ પણ દમદાર છે. એક સીનમાં તૃપ્તિ શાહિદને કહે છે, ‘મહોબ્બત એક બદ્દુઆ હૈ, જો મુજે મીલી હુઈ હૈ ઔર આપકો ભી.’ જ્યારે બીજા એક સીનમાં શાહિદ કહે છે, ‘એકબાર વો લકીર પાર હુઈ ઓર અંદર હમેશા કે લીયે એક હૈવાન પેદા હો જાતા હૈ.’

તૃપ્તિના પ્રેમમાં શાહિદ હૈવાન બની જશે.

તૃપ્તિના પ્રેમમાં શાહિદ હૈવાન બની જશે.

તેમજ એક સીનમાં શાહિદ ટેડી બેરને સળગાવતા કહે છે, ‘મેં તુમ્હે અપની હર સાંસ સે નોચ નોચ કર નીકાલુંગા, તાકી મેરે અંદર તુમ્હારે લીએ સીર્ફ નફરત રહ જાયે.’

‘શાહિદ સાથે કામ કરવું મારું સપનું હતું’

આજે ફિલ્મના પોસ્ટર અને ટ્રેલર લોન્ચ ઇવેન્ટનું આયોજન પણ થયું. ઇવેન્ટમાં શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી અને નાના પાટેકર હાજર રહ્યા. ઇવેન્ટ દરમિયાન તૃપ્તિ ડિમરીએ શાહિદ કપૂર સાથે કામ કરવાના અનુભવને શેર કરતા તેને શાનદાર અને ખૂબ જ સપોર્ટિવ સહ-કલાકાર ગણાવ્યો. તેણે કહ્યું કે આ ફિલ્મ દ્વારા શાહિદ સાથે કામ કરવાનું તેમનું સપનું પૂરું થયું છે.

ફિલ્મનું પોસ્ટર ખાસ રીતે રિવીલ કરવામાં આવ્યું.

ફિલ્મનું પોસ્ટર ખાસ રીતે રિવીલ કરવામાં આવ્યું.

ઇવેન્ટમાં શાહિદ બ્લેક આઉટફિટમાં, જ્યારે તૃપ્તિ સફેદ ડ્રેસમાં પહોંચી.

ઇવેન્ટમાં શાહિદ બ્લેક આઉટફિટમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *