Headlines

ગંભીરની કડક ચેતવણી: ‘હવે બહાના છોડો, જીત પર ફોકસ કરો’

T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓના તેવર અંગે મોટું નિવેદન આપ્યું છે. BCCI દ્વારા જારી કરાયેલા ઇન્ટરવ્યુ ટીઝરમાં ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “હવે બહાના છોડીને માત્ર જીત પર ફોકસ કરો, હવે માત્ર પરિણામ જોઈએ છે.” ગંભીરે પોતાની ફિલોસોફી સમજાવતા કહ્યું કે, ખેલાડીઓને દબાણમાં રાખીને મજબૂત બનાવવા માટે જ શુભમન ગિલને ટેસ્ટ કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો, અને ટીમનો ડ્રેસિંગ રૂમ હવે સંપૂર્ણપણે પ્રામાણિક અને પારદર્શી સંસ્કૃતિ પર આધારિત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફિટનેસ અને ફોકસ સાથે ટીમ આગામી ત્રણ મહિનામાં શ્રેષ્ઠ સ્તરે પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *