
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે. ધુળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાની તારીખ હવે બદલી દેવામાં આવી છે.
ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 4 માર્ચના બદલે હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની 4 માર્ચે યોજાનારી નામાના મૂળતત્વો, ઇતિહાસ, જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન, સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રની પરીક્ષા 18 માર્ચના રોજ યોજવામાં આવશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 4 માર્ચે યોજાનાર જીવ વિજ્ઞાનની પરીક્ષા હવે 16 માર્ચના રોજ બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી લેવામાં આવશે. અને સંસ્કૃત પ્રથમાની 16 માર્ચના રોજ સવારે 10 વાગ્યાથી 1.15 વાગ્યા સુધી જ્યારે સંસ્કૃત મધ્યમાની 16 માર્ચના બપોરે 3 વાગ્યાથી 6.16 વાગ્યા સુધી લેવામાં આવશે.
ગુજરાત બોર્ડ દ્વારા જુની તારીખમાં ફેરફાર કરી નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત બોર્ડ દ્વારા જુની તારીખમાં ફેરફાર કરી નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ધોરણ- 10 અને 12ની પરીક્ષાનું ટાઈમટેબલ વાંચવા અહીં ક્લિક કરો
શું હતો સમગ્ર મામલો?
જાહેર રજાના દિવસે બોર્ડનું પેપર રાખવામાં આવતાં વાલીઓ અસમંજસમાં મુકાયા હતા
ધુળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે. જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પહેલી વખત આ પ્રકારની ભૂલ નથી કરવામાં આવી. અગાઉ પણ વર્ષ 2023માં ચેટી ચાંદના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બાદ રજૂઆતના આધારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેથી આ વર્ષે પણ ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં હવે એમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ, સાયન્સમાં ફિઝિક્સ અને કોમર્સમાં ઈકોનોમિક્સના પેપરથી પ્રારંભ, 29 માર્ચે ગુજકેટની પરીક્ષા; જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વિદ્યાર્થીઓ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર, 2025થી 6 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. બોર્ડ દ્વારા જણાવાયું છે કે રેગ્યુલર ફી સાથેના ઓનલાઈન આવેદનપત્રો 7 નવેમ્બર, 2025ના રોજ બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રિના 12:00 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પર ભરી શકાશે.
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર
15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે
દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહેશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે.
બે વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષાઓ
ગત વર્ષે 27 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ હતી. 27 ફેબ્રુઆરીથી શરૂ થઈને 10 માર્ચ સુધી પરીક્ષાઓ ચાલી હતી. જ્યારે આ વખતે પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચે પૂર્ણ થશે. 2025 પહેલાં બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ થતી હતી, પરંતુ બે વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ, સતત 2 વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષા યોજવામાં આવે છે.
