શના સૌથી ધનિક મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના પવિત્ર લાડુ પ્રસાદમાં છેલ્લા પાંચ વર્ષથી ભયાનક છેતરપિંડી થઈ રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો CBIએ કર્યો છે. ઉત્તરાખંડની ‘ભોલે બાબા ઓર્ગેનિક ડેરી’એ દૂધ કે માખણ ખરીદ્યા વિના પામ ઓઈલ અને રસાયણોનો ઉપયોગ કરીને બનાવેલું 68 લાખ કિલો નકલી ઘી ₹250 કરોડના ખર્ચે TTD ને સપ્લાય કર્યું હતું. આ ડેરીએ બ્લેકલિસ્ટ થયા પછી પણ અન્ય કંપનીઓના નામે કૌભાંડ ચાલુ રાખ્યું હતું. CBIએ ડેરીના પ્રમોટરો સહિત ચારની ધરપકડ કરીને આ સમગ્ર ‘પ્રસાદ કૌભાંડ’ની તપાસ શરૂ કરી છે, જેનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
તિરૂપતિ મંદિર ‘પ્રસાદ કૌભાંડ’: 5 વર્ષમાં ₹250 કરોડનું 68 લાખ કિલો નકલી ઘી
