‘લાલો’ ફિલ્મની પાછળનું દુઃખદ સત્ય:
“100 કરોડ કમાયા… પણ અમને કંઈ મળ્યું નહીં”: શૂટ થયેલા ઘરના માલિકની વ્યથિત વાત
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ‘લાલો’ ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. રિલીઝના 54 દિવસ પછી પણ ફિલ્મ સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે. પરિવાર સાથે જોવા જતી પબ્લિક, ફિલ્મના ડાયલોગ્સ, ગીતો અને પાત્રો આજે લોકોના દિલમાં જીવંત છે.
પણ આ સફળતાની પાછળ એક એવું કડવું સત્ય છે, જે કદાચ ઘણા લોકોને ખબર જ નહીં હોય…
જ્યાં શૂટિંગ થયું એ ઘર આજે વેચાણમાં
ફિલ્મમાં લાલો, તુલસી અને તેમની દીકરીનું ઘર —
જૂનાગઢનાUpperkot રોડ નજીક આવેલા એક સામાન્ય વાણંદ ઘરમાં શૂટ થયું હતું.
ફિલ્મ રિલીઝ પછી આ ઘર હવે “લાલાની ડેલી” તરીકે જાણીતું છે. પરંતુ આ ઘરનાં માલિકો — ભાવનાબેન વાજા અને તેમનો પરિવાર — આજે આર્થિક મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે અને ઘર વેચવામાં આવ્યું છે.
કોઇ ચુકવણી નહીં… કોઇ કૉલ નહીં
ભાવનાબેન વાજા કહે છે:
“શૂટિંગ સમયે બધાએ ‘માસી, માશી’ કહીને વાત કરી… દુઆ માગી.
15 દિવસ શૂટિંગ ચાલ્યું, પણ અમે આજે સુધી એક રૂપિયો પણ નથી મળ્યો.
ફિલ્મ હિટ થઈ, બધા આવ્યા…
પણ અમને ફોન કરવા જેવી તસદી પણ લીધી નહીં.”
તેમણે આંખોમાં આંસુ સાથે જણાવ્યું કે ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે, કરોડો કમાયા, પરંતુ તેમનાં ઘર અને મદદ કરનાર પરિવાર તરફ કોઈએ નજર પણ નથી કરી.
મજૂરી ઉપર જીવતો પરિવાર
આ ઘરનાં દીકરા તરફથી મળેલી માહિતી મુજબ, પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં છે:
- ભાવનાબેનને પેરાલિસિસનો હુમલો આવ્યો છે
- બ્રેઇન સર્જરી થઈ છે
- દીકરો મજૂરી કરીને ઘર ચલાવે છે
આ બધાં વચ્ચે કોઈ મદદ ન મળતાં પરિવાર નિરાશ અને વ્યથિત છે.
2 દિવસના વચન… 15 દિવસ શૂટિંગ
જ્યારે ફિલ્મ ટીમ ઘેર આવી ત્યારે પરિવારને 2 દિવસના શૂટિંગનું વચન અપાયું હતું.
પરંતુ વાસ્તવમાં 15 દિવસ સુધી શૂટિંગ ચાલ્યું.
આ દરમિયાન ઘર, ફર્નિચર કે વ્યવસ્થામાં કંઈ ફેરફાર કરાયો નહીં — બધું એ જ રીતે રાખીને દૃશ્યો ફિલ્માવવામાં આવ્યા.
ફિલ્મના મહત્વના સીન અહીં જ બન્યા
આ મકાનમાં ફિલ્મના ઘણા યાદગાર સીન શૂટ થયા હતા:
- લાલો સવારે ફળિયામાં સૂતો — એ સીન
- તુલસી અને દીકરીનાં ઇમોશનલ સીન
- કંકુ-પગલાં
- રાત્રે દારૂ પીને લાલોનો ઝઘડો
- દીવાલ પરથી શ્રીકૃષ્ણનું ચિત્ર પડી જવાનું દ્રશ્ય
લોકેશનમાં લાગેલા આ દૃશ્યો આજે પ્રેક્ષકોના દિલમાં છે — પરંતુ વાસ્તવિક જીવનમાં આ લોકેશનનાં માલિકો સહાય માટે રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સવાલ
ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ છે — પરંતુ તેની પાછળ લોકોનાં સપનાં, સહકાર અને સંઘર્ષ જોડાયેલો હોય છે.
સવાલ માત્ર એટલો જ છે:
ફિલ્મે સફળતા મેળવી — તો શું તેના પાયામાં રહેલા લોકોનો સહયોગ ભૂલી જવો યોગ્ય છે?
“હવે તો લાલો જ મદદે આવે”
ભાવનાબેન અંતે એટલું જ કહે છે:
“લાલો ફિલ્મે બધાની જિંદગી બદલાવી…
કદાચ ક્યારેક અમારી પણ બદલી જાય.”
આ ઘટના ગુજરાતી ફિલ્મ જગતમાં ચર્ચાનો વિષય બની છે — અને સાથે એક મૌન પ્રશ્ન પણ:
શું માનવતા બજેટમાં નથી આવતી?
