ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો: ઈરાનની રાજધાની તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની અણી પર; ડેમમાં 10%થી ઓછું ‘મૃત જળ’
ઇરાન: મધ્ય પૂર્વમાં આવેલું ઈરાન હાલમાં તેના ઇતિહાસના છ દાયકાના સૌથી ભીષણ દુષ્કાળના આરે ઊભું છે, જેના કારણે રાજધાની તેહરાનમાં પીવાનું પાણી લગભગ ખતમ થવાની અણી પર છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ગંભીર ચેતવણી આપી છે કે જો નવેમ્બરના અંત સુધીમાં પૂરતો વરસાદ નહીં થાય, તો સરકારે પાણીની સપ્લાય મર્યાદિત કરવી પડશે અને જો પરિસ્થિતિ વધુ…
