ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેજા હેઠળ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક જબરજસ્ત શ્રમિક આક્રોશ રેલી યોજાઈ. આંગણવાડી વર્કર, આશા વર્કર અને બોર્ડ-નિગમના કર્મચારીઓ સહિત હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રમિકોએ વેતન વધારો, ₹25 લાખ સુધીની ગ્રેચ્યુઇટી, અને આંગણવાડી કર્મચારીઓને BLOની ફરજમાંથી મુક્તિ આપવા જેવી લાંબા સમયથી પડતર માંગણીઓ સાથે સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે. શ્રમિકોએ ચેતવણી આપી છે કે જો 48 કલાકમાં તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યભરમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. આ રેલીએ રાજકીય ગલિયારામાં ભારે ગરમાવો લાવી દીધો છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘શ્રમિક આક્રોશ રેલી’ સાથે સરકારને સીધો પડકાર
