રાજધાની દિલ્હીમાં આજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં રોડ પર ઊભેલી એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી; વિસ્ફોટ બાદ લાગેલી ભીષણ આગમાં આસપાસ ઊભેલી અન્ય ત્રણ કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી અને પ્રાથમિક અહેવાલ મુજબ બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર દિલ્હીમાં હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ફાયર વિભાગની સાત ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે, જોકે આ અત્યંત વ્યસ્ત વિસ્તારમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ દરેક ખૂણાથી આ ઘટનાની તપાસ કરી રહી છે.
