બોલીવુડ અભિનેતા હર્ષવર્ધન રાણે આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ *‘એક દીવાને કી દીવાનિયત’*ની સફળતા માટે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતાં તેની લોકપ્રિયતા અને ડિમાન્ડમાં જબરદસ્ત વધારો નોંધાયો છે.
રિપોર્ટ મુજબ, હર્ષવર્ધને આ ફિલ્મ માટે માત્ર બે થી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, પરંતુ હવે તેની ફી પાંચ ગણો વધી ગઈ છે. તે હવે પોતાની આગામી ફિલ્મ માટે આશરે ૧૦ કરોડ રૂપિયા ફી માગી રહ્યો છે.
ફિલ્મની સફળતા બાદ હર્ષવર્ધન રાણેના કરિયર માટે આ મોટો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે, અને હવે તે બૉલીવુડના હાઈ-પેઈડ સ્ટાર્સની યાદીમાં જોડાવાની તૈયારીમાં છે.
હર્ષવર્ધન રાણેની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ હિટ બાદ ફી પાંચ ગણો વધી, હવે એક ફિલ્મ માટે માગી 10 કરોડ રૂપિયા!
