
ભારતે સાઉથ આફ્રિકાને ત્રીજા વન-ડેમાં 9 વિકેટથી હરાવ્યું છે. વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. સાઉથ આફ્રિકા 270 રન જ બનાવી શકી. ભારતે 40મી ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. વિરાટ કોહલીએ લુંગી એન્ગિડીની બોલ પર સતત બે ચોગ્ગા મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી દીધી.
ડૉ. YS રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં મહેમાન ટીમ માટે ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી. કેપ્ટન ટેમ્બા બાવુમાએ 48, ડેવાલ્ડ બ્રેવિસે 29 અને મેથ્યુ બ્રીટ્ઝકીએ 24 રન બનાવીને ટીમને 270 સુધી પહોંચાડી. ભારત તરફથી કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4-4 વિકેટ લીધી.
271 રનના ટાર્ગેટ સામે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ ભારતને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ 155 રનની ભાગીદારી કરી. રોહિત 75 રન બનાવીને આઉટ થયો. આ સિરીઝમાં તેની પહેલી ફિફ્ટી રહી. યશસ્વીએ પછી 111 બોલમાં પોતાના વન-ડે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી. તેની સામે વિરાટ કોહલીએ માત્ર 40 બોલમાં ફિફ્ટી પૂરી કરી. બંનેએ 40મી ઓવરમાં ટીમને જીત અપાવી દીધી.
સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજે એકમાત્ર વિકેટ લીધી. ત્રીજી વન-ડેના આ પરિણામ સાથે ભારતે 3 મેચની સિરીઝ 2-1 થી જીતી લીધી. સાઉથ આફ્રિકાએ બીજી મેચમાં 359 રન ચેઝ કર્યા હતા. બંને ટીમ વચ્ચે 5 T20ની સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે. સાઉથ આફ્રિકાએ ટેસ્ટ સિરીઝ 2-0થી જીતી છે.
રોહિતના 20 હજાર ઈન્ટરનેશનલ રન
રોહિત શર્માના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 20 હજાર રન પૂરા થઈ ગયા છે. તે આવું કરનારા ભારતનો ચોથો બેટર બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. રોહિત શર્માનું આ પોસ્ટર જુઓ…
અપડેટ્સ
08:48 PM
6 ડિસેમ્બર 2025
કોહલીના સતત બે ચોગ્ગાથી ભારતની જીત
40મી ઓવરમાં વિરાટ કોહલીએ સતત બે ચોગ્ગા ફટકારીને ભારતને 9 વિકેટે જીત અપાવી દીધી. આ સાથે જ ભારતીય ટીમે 3 મેચની સિરીઝને 2-1થી પોતાના નામે કરી લીધી છે.
08:47 PM
6 ડિસેમ્બર 2025
કોહલીની 76મી ફિફ્ટી, જયસ્વાલ ક્રિઝ પર
વિરાટ કોહલીએ 39મી ઓવર નાખી રહેલા ઓટનીલ બાર્ટમેનના બોલ પર સતત બાઉન્ડરી ફટકારીને ફિફ્ટી પૂરી કરી. તેણે 40 બોલમાં અડધી સદી પૂરી કરી. વિરાટે વન-ડે કરિયરની 76મી ફિફ્ટી લગાવી છે.
આ જ ઓવરમાં જયસ્વાલ અને વિરાટે બીજી વિકેટ માટે 100+ રનની ભાગીદારી કરી. જયસ્વાલે ચોગ્ગો લગાવીને ભાગીદારીને 100ને પાર પહોંચાડી.
08:29 PM
6 ડિસેમ્બર 2025
જયસ્વાલની પહેલી સદી
07:59 PM
6 ડિસેમ્બર 2025
રોહિત શર્મા 75 રન બનાવીને આઉટ
26મી ઓવરમાં ભારતીય ટીમે પહેલી વિકેટ ગુમાવી. અહીં રોહિત શર્મા 75 રન બનાવીને આઉટ થયો. તેને કેશવ મહારાજે મેથ્યુ બ્રીટ્ઝકીના હાથે કેચ કરાવ્યો. મહારાજે 155 રનની ઓપનિંગ ભાગીદારીને તોડી.
07:44 PM
6 ડિસેમ્બર 2025
રોહિત-જયસ્વાલે 150+ રનની ભાગીદારી કરી
25મી ઓવરમાં ભારતીય ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે 150+ રનની ભાગીદારી કરી. જયસ્વાલે ઓટનીલ બાર્ટમેનની ઓવરના છેલ્લા બે બોલ પર ચોગ્ગા લગાવીને સ્કોર 150ને પાર પહોંચાડ્યો.
07:34 PM
6 ડિસેમ્બર 2025
યશસ્વીની પહેલી ફિફ્ટી
24મી ઓવરમાં યશસ્વી જયસ્વાલે વન-ડે કરિયરની પહેલી ફિફ્ટી ફટકારી. તેણે 76 બોલમાં ફિફ્ટી પૂરી કરી.
07:33 PM
6 ડિસેમ્બર 2025
રોહિતની વન-ડેમાં 61મી ફિફ્ટી
20મી ઓવરમાં રોહિત શર્માએ ફિફ્ટી પૂરી કરી. તેણે કેશવ મહારાજની ઓવરના પાંચમા બોલ પર ડીપ ફાઇન લેગમાં સિંગલ લીધો. રોહિતે 55 બોલમાં અડધી સદી ફટકારી. આ તેના વન-ડે કરિયરની 61મી ફિફ્ટી છે.
06:58 PM
6 ડિસેમ્બર 2025
એલર્ટ: રોહિતના 20 હજાર ઈન્ટરનેશનલ રન પૂરા
15મી ઓવરમાં રોહિત શર્માના 20 હજાર ઈન્ટરનેશનલ રન પૂરા થઈ ગયા છે. તેણે ઓટનીલ બાર્ટમેનની ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી. રોહિત પહેલાં સચિન તેંડુલકર (34,357 રન), વિરાટ કોહલી (27,910 રન) અને રાહુલ દ્રવિડ (27,910 રન) આ પરાક્રમ કરી ચૂક્યા છે.
06:51 PM
6 ડિસેમ્બર 2025
રોહિત-જયસ્વાલ વચ્ચે ફિફ્ટીની ભાગીદારી
11મી ઓવરમાં ભારતીય ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ વચ્ચે ફિફ્ટીની ભાગીદારી થઈ. ઓટનીલ બાર્ટમેનના વાઇડ બોલથી ભાગીદારીનો 50મો રન બન્યો. આ સિરીઝમાં પહેલીવાર ઓપનર્સે ફિફ્ટીની ભાગીદારી કરી છે.
06:51 PM
6 ડિસેમ્બર 2025
ભારતની સાઉથ આફ્રિકા કરતાં સારી શરૂઆત
271 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ભારતીય ટીમે સાઉથ આફ્રિકા કરતાં સારી શરૂઆત કરી છે. ટીમે 10 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 48 રન બનાવ્યા. આ પહેલાં પાવરપ્લેમાં સાઉથ આફ્રિકાનો સ્કોર 42/1 હતો.
06:32 PM
6 ડિસેમ્બર 2025
રોહિત શર્માએ 87 મીટરની સિક્સર ફટકારી
આઠમી ઓવરમાં રોહિત શર્માએ 87 મીટરની સિક્સ ફટકારી. તેણે લુંગી એન્ગિડીની ઓવરના પાંચમા બોલ પર પુલ માર્યો અને ડીપ મિડવિકેટની ઉપરથી છગ્ગો ફટકાર્યો. એન્ગિડીની આ ઓવરમાંથી 8 રન આવ્યા.
06:25 PM
6 ડિસેમ્બર 2025
જયસ્વાલે લોંગ ઑફની ઉપર છગ્ગો ફટકાર્યો
ભારતીય ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં યશસ્વી જયસ્વાલે લોંગ ઑફની ઉપર છગ્ગો ફટકાર્યો. તેણે છઠ્ઠા સ્ટમ્પની ગુડ લેન્થ બોલને બોલરના માથાની ઉપર શોટ રમ્યો. એન્ગિડીની આ ઓવરમાંથી 8 રન આવ્યા.
06:22 PM
6 ડિસેમ્બર 2025
ભારતે પહેલી ઓવરમાં 8 રન બનાવ્યા
271 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી ટીમ ઈન્ડિયાએ પહેલી ઓવરમાં 8 રન બનાવી લીધા. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા ઊતર્યા. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સેને આ ઓવર ફેંકી.
05:31 PM
6 ડિસેમ્બર 2025
ઇનિંગ્સ બ્રેક: આફ્રિકાએ 271 રનનો ટાર્ગેટ આપ્યો
05:19 PM
6 ડિસેમ્બર 2025
પ્રસિદ્ધ ક્રિષ્નાને ચોથી વિકેટ મળી, સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ
05:06 PM
6 ડિસેમ્બર 2025
કુલદીપને ચોથી વિકેટ, એન્ગિડીને LBW કર્યો
45મી ઓવરમાં સાઉથ આફ્રિકાએ નવમી વિકેટ ગુમાવી. કુલદીપ યાદવે લુંગી એન્ગિડીને LBW આઉટ કર્યો. કુલદીપને ચોથી વિકેટ મળી છે. તેણે કોર્બિન બોશ (9 રન), ડેવાલ્ડ બ્રેવિસ (29 રન) અને માર્કો યાન્સેનને પણ પેવેલિયન મોકલ્યો હતો.
04:58 PM
6 ડિસેમ્બર 2025
કુલદીપ યાદવને ત્રીજી વિકેટ, બોશ આઉટ
43મી ઓવરમાં સાઉથ આફ્રિકાની આઠમી વિકેટ પડી. અહીં કુલદીપ યાદવે કોર્બિન બોશને કૉટ એન્ડ બોલ્ડ કર્યો. તેણે ડેવાલ્ડ બ્રેવિસ (29 રન) અને માર્કો યાન્સનને પણ પેવેલિયન મોકલ્યા.
04:21 PM
6 ડિસેમ્બર 2025
સાઉથ આફ્રિકા 200 રનને પાર, બ્રેવિસ-યાન્સેન ક્રિઝ પર
34મી ઓવરમાં સાઉથ આફ્રિકાએ 200 રનનો આંકડો પાર કરી લીધો. ડેવાલ્ડ બ્રેવિસે અર્શદીપ સિંહની ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ જ ચોગ્ગાની સાથે આફ્રિકાનો સ્કોર 200 પાર થયો.
04:20 PM
6 ડિસેમ્બર 2025
પ્રસિદ્ધે ડી કોકને બોલ્ડ કર્યો
33મી ઓવરમાં સાઉથ આફ્રિકાએ પાંચમી વિકેટ ગુમાવી. અહીં ક્વિન્ટન ડી કોક 106 રન બનાવીને આઉટ થયો. તેને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બોલ્ડ કર્યો. પ્રસિદ્ધને ત્રીજી વિકેટ મળી છે. તેણે એડન માર્કરમ (એક રન) અને મેથ્યુ બ્રીટ્ઝકી (24 રન)ને પણ પેવેલિયન મોકલ્યો હતો.
03:53 PM
6 ડિસેમ્બર 2025
ડી કોકની છગ્ગા સાથે સદી, બ્રેવિસના હેલ્મેટ પર બોલ વાગ્યો
30મી ઓવરમાં ક્વિન્ટન ડી કોકે સેન્ચુરી પૂરી કરી. તેણે 80 બોલમાં સેન્ચુરી પૂરી કરી. ડી કોકે ભારત વિરુદ્ધ સાતમી સદી ફટકારી.
આ જ ઓવરમાં હર્ષિત રાણાનો બાઉન્સર ડેવાલ્ડ બ્રેવિસના હેલ્મેટ પર વાગ્યો. મેડિકલ એક્ઝામિનેશન પછી તેણે રમવાનું ચાલુ રાખ્યું.
03:50 PM
6 ડિસેમ્બર 2025
પ્રસિદ્ધે ઓવરમાં બે વિકેટ ઝડપી, માર્કરમ-બ્રીટ્ઝકી આઉટ
29મી ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે વિકેટ લીધી. પ્રસિદ્ધે…
બીજા બોલ પર મેથ્યુ બ્રીટ્ઝકીને LBW કર્યો. તે 24 રન જ બનાવી શક્યો. તેણે અંદર આવતા બોલને ઓન સાઇડમાં રમવાનો પ્રયત્ન ક્યો હતા, પરંતુ કનેક્ટ કરી શક્યો નહીં અને બોલ સીધો પેડ પર લાગ્યો.
પ્રસિદ્ધે 29મી ઓવરના છેલ્લા બોલ પર એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો. તેણે ઑફ સ્ટમ્પની બહાર બેક-ઑફ-લેન્થ બોલને સીધો શોર્ટ કવરની દિશામાં રમી દીધો, જે બોલ વિરાટ કોહલીના હાથમાં ગયો. માર્કરમે એક રન બનાવ્યો.
03:26 PM
6 ડિસેમ્બર 2025
જાડેજાને વિકેટ મળી, બાવુમા ફિફ્ટી ચૂક્યો
રવીન્દ્ર જાડેજાએ આ સિરીઝમાં પહેલી વિકેટ ઝડપી છે. તેણે કેપ્ટન ટેમ્બા બાવુમા (48 રન)ને વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો. આ સાથે જ સા. આફ્રિકાની બીજી વિકેટ પડી.
જાડેજાએ 113 રનની પાર્ટનરશિપ તોડી. બીજી વિકેટ માટે ડી કોક અને બાવુમા વચ્ચે 113 રનની પાર્ટનરશિપ થઈ હતી.
રવીન્દ્ર જાડેજાએ સિરીઝમાં પહેલી વિકેટ લીધી.
રવીન્દ્ર જાડેજાએ સિરીઝમાં પહેલી વિકેટ લીધી.
03:03 PM
6 ડિસેમ્બર 2025
ડી કોક અને બાવુમા વચ્ચે 100+ રનની ભાગીદારી
20મી ઓવરમાં ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ બીજી વિકેટ માટે 100+ રનની ભાગીદારી પૂરી કરી. ટીમે એક રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી હતી. રાયન રિકેલ્ટન (0) પર આઉટ થયો હતો.
03:00 PM
6 ડિસેમ્બર 2025
ડી કૉકની છગ્ગાથી ફિફ્ટી, વન-ડેમાં 33મી ફિફ્ટી
આફ્રિકન ઓપનર ક્વિન્ટન ડી કોકે 16મી ઓવરમાં ફિફ્ટી પૂરી કરી. તેણે રવીન્દ્ર જાડેજાના પાંચમા બોલ પર છગ્ગો લગાવ્યો. ડી કોકે વન-ડે કરિયરની 33મી ફિફ્ટી પૂરી કરી.
02:30 PM
6 ડિસેમ્બર 2025
પાવરપ્લેમાં સાઉથ આફ્રિકાનો સ્કોર 42/1
ટૉસ હારતા પહેલી બેટિંગ કરી રહેલા સાઉથ આફ્રિકાએ પાવરપ્લેની 10 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 42 રન બનાવ્યા. રાયન રિકેલ્ટનના ઝીરોના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા પછી ડી કોક અને બાવુમાએ ઇનિંગ્સ સંભાળી અને બીજી વિકેટ પડવા દીધી નહીં.
02:29 PM
6 ડિસેમ્બર 2025
આફ્રિકન પ્લેયર્સ ખુરશી લઈને બીજી જગ્યાએ ગયા
02:29 PM
6 ડિસેમ્બર 2025
ટેમ્બા બાવુમાએ 2 હજાર વન-ડે રન પૂરા કર્યા
10મી ઓવરમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ વન-ડે ક્રિકેટમાં 2 હજાર રન પૂરા કરી લીધા છે. તેણે હર્ષિત રાણાની ઓવરના પહેલા બોલ પર 2 રન લઈને આ સિદ્ધિ મેળવી.
02:16 PM
6 ડિસેમ્બર 2025
બોલિંગમાં પહેલો ફેરફાર, પ્રસિદ્ધને ઓવર આપી
8 ઓવર પછી ભારતીય કેપ્ટન કેએલ રાહુલે બોલિંગમાં પહેલો ફેરફાર કર્યો. તેણે પ્રસિદ્ધ ક્રિષ્નાને બોલિંગ આપી. પ્રસિદ્ધ ગયા મેચમાં ખૂબ મોંઘો સાબિત થયો હતો. જોકે, તેણે પોતાની પહેલી ઓવરમાં 9 રન આપ્યા.
02:02 PM
6 ડિસેમ્બર 2025
હર્ષિતે ઓવરમાં 12 રન આપ્યા, સ્કોર 13/1
01:53 PM
6 ડિસેમ્બર 2025
અર્શદીપ સિંહે પણ મેડન ઓવર નાખી
હર્ષિત રાણા પછી અર્શદીપ સિંહે પણ મેડન ઓવર નાખી. તેણે ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમાને પણ કોઈ રન લેવા દીધો નહીં. આ ઓવર પછી સ્કોર 1 રન જ રહ્યો.
01:52 PM
6 ડિસેમ્બર 2025
હર્ષિત રાણાએ પહેલી ઓવર મેડન નાખી
હર્ષિત રાણાએ પોતાની પહેલી ઓવરમાં કોઈ રન આપ્યો નહીં. તેણે ડી કોકને બધા બોલ ડૉટ કરાવ્યા. આ ઓવર પછી આફ્રિકાનો સ્કોર 1 રન રહ્યો.
01:52 PM
6 ડિસેમ્બર 2025
અર્શદીપ સિંહે પહેલી ઓવરમાં વિકેટ અપાવી
01:22 PM
6 ડિસેમ્બર 2025
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
સાઉથ આફ્રિકા (SA): ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રેયાન રિકલ્ટન એડન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, ઓટ્ટનીલ બાર્ટમેન અને લુંગી એન્ગિડી.
01:19 PM
6 ડિસેમ્બર 2025
ભારતે 20 વન-ડે પછી ટૉસ જીત્યો
ઈન્ડિયન ટીમે 20 વન-ડે પછી ટૉસ જીત્યો છે. ટીમે બોલિંગ કરવાનું પસંદ કર્યું. કેપ્ટન કેએલ રાહુલે જણાવ્યું કે વોશિંગ્ટન સુંદરની જગ્યાએ તિલક વર્માને તક આપી છે.
સાઉથ આફ્રિકાએ છેલ્લી મેચની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. નાન્દ્રે બર્ગર અને ટોની ડી જ્યોર્જી ઈજાના કારણે બહાર છે. જ્યારે રેયાન રિકેલ્ટન અને ઓટ્ટનીલ બાર્ટમેનની વાપસી થઈ છે.
01:10 PM
6 ડિસેમ્બર 2025
વિશાખાપટ્ટનમમાં કોહલીના ગજબના આંકડા
વિરાટ કોહલીની સદીઓની હેટ્રિક દાવ પર છે. તે 2018માં આ કારનામું કરી ચૂક્યો છે. હવે જોવાનું એ છે કે કોહલી વનડેમાં બીજીવાર સદીઓની હેટ્રિક બનાવી શકે છે કે નહીં. જોકે, ડૉ. YS રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં કોહલીના આંકડા કોહલીની સદીની સંભાવનાઓ વધારી દે છે.
કોહલી આ મેદાન પર 97.83ની સરેરાશથી બેટિંગ કરે છે. વિરાટે અહીં રમાયેલી 7 મેચોમાં 3 સદી ફટકારી છે એટલે કે દર બીજી મેચમાં સદી. કોહલીએ અહીં 3 સદી અને 3 અડધી સદીની મદદથી 585 રન બનાવ્યા છે.
12:55 PM
6 ડિસેમ્બર 2025
કોહલી પાસે બીજી વખત હેટ્રિક સેન્ચુરી ફટકારવાની તક
વિરાટ કોહલીએ રાંચી અને રાયપુરમાં સદી ફટકારી છે. જો તે આજે વિશાખાપટ્ટનમમાં સદી ફટકારે છે, તો આ બીજી તક હશે. જ્યારે તે સતત ત્રણ ઇનિંગ્સમાં સદી ફટકારશે.
આ પહેલા વિરાટે 2018માં વેસ્ટ ઇન્ડિઝ સામે ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને પુણેમાં સદીની ઇનિંગ્સ રમી હતી. અત્યાર સુધી માત્ર બાબર આઝમ જ વનડેમાં બે વખત સદીની હેટ્રિક નોંધાવી શક્યા છે.
12:55 PM
6 ડિસેમ્બર 2025
ભારતીય ટીમ પાસે નવમી સિરીઝ જીતવાની તક
વનડે ક્રિકેટમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 60 મેચ રમાઈ છે. 28માં ભારત અને 31માં સાઉથ આફ્રિકાને જીત મળી. આ દરમિયાન એક મેચ અનિર્ણાયક રહી. સિરીઝના મામલે ટીમ ઈન્ડિયાનું પલડું ચોક્કસ ભારે છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 15 વનડે સિરીઝ રમાઈ છે. 6માં સાઉથ આફ્રિકા અને 8માં ભારતને જીત મળી. 2005માં એક સિરીઝ ડ્રો પણ રહી હતી. બંનેએ 2023માં છેલ્લી વન-ડે સિરીઝ રમી હતી, જેને પણ ભારતે 2-1થી જીતી હતી.
12:53 PM
6 ડિસેમ્બર 2025
આપણી તાકાત: કોહલીએ છેલ્લી બે મેચમાં સદી ફટકારી
ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટીમના ટૉપ રન સ્કોરર છે, તેણે બંને મેચમાં સદી ફટકારીને 237 રન બનાવ્યા છે. બીજા નંબરે કેપ્ટન કેએલ રાહુલ છે. તેણે 126 રન બનાવ્યા છે. જ્યારે કુલદીપ યાદવ 5 વિકેટ લઈને ટીમના ટૉપ બોલર છે.
12:53 PM
6 ડિસેમ્બર 2025
પડકાર : માર્કો યાન્સેન આફ્રિકાના ટૉપ વિકેટ ટેકર
આ સિરીઝમાં સાઉથ આફ્રિકા માટે મેથ્યુ બ્રિટ્ઝકે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે પ્રથમ બંને મેચમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર માર્કો યાન્સેને ટીમ માટે સૌથી વધુ 4 વિકેટ લીધી છે.
12:52 PM
6 ડિસેમ્બર 2025
વિશાખાપટ્ટનમમાં ચેઝ કરવું ફાયદાકારક
વિશાખાપટ્ટનમની પિચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. જોકે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલી છેલ્લી (2023માં) વનડેમાં બેટરો માટે રન બનાવવા મુશ્કેલ બન્યા હતા. તે મેચમાં ભારતીય ટીમ 117 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે અહીં મેચ રમી હતી અને 350નો આંકડો પાર કર્યો હતો.
આ પિચ પર ઝડપી બોલરોને શરૂઆતમાં સીમ મૂવમેન્ટ મળે છે અને બાદમાં સ્પિનરોને અહીં ટર્ન પણ મળે છે. પિચ પર બાઉન્સ વધારે નથી અને અહીં બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવી હંમેશા સારી માનવામાં આવે છે. આ સમયે ઝાકળ પણ પડશે, તેથી ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
અહીં અત્યાર સુધીમાં 10 વનડે રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 3 અને ચેઝ કરનારી ટીમે 6 મેચ જીતી છે. જ્યારે એક મેચ ટાઈ રહી.
12:51 PM
6 ડિસેમ્બર 2025
હવામાન એકદમ સ્વચ્છ રહેશે
વિશાખાપટ્ટનમમાં શનિવારનું હવામાન એકદમ સ્વચ્છ રહેશે. બપોરે તડકો રહેશે. અહીંનું તાપમાન 19 થી 28 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. હવાની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
