Headlines

Dhindhora@2025

‘ઉસ્ત્રાસે પંગા નહીં લેને કા, શરીરસે આત્મા કાટ લેતા હૈ’:શાહિદ-તૃપ્તિની લોહીયાળ લવસ્ટોરી; દમદાર ડાયલોગ્સ, એક્શનથી ભરપૂર ‘ઓ રોમિયો’નું ટ્રેલર રિલીઝ

શાહિદ કપૂર-તૃપ્તિ ડિમરીની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 3.8 મિનિટ લાંબા આ ટ્રેલરમાં રોમાન્સ, લાગણીઓ, જુસ્સો, છેતરપિંડી, બદલો, હિંસા, લોહિયાળ દ્રશ્યો અને દમદાર ડાયલોગ્સ છે. ‘ઓ રોમિયો’ માત્ર લવ સ્ટોરી નહીં પરંતુ જુસ્સો અને બલિદાનની વાર્તા હોય તેવું ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે. ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના…

Read More

માયાભાઈ આહીરના પુત્રની SITએ સાડા ત્રણ કલાક પૂછપરછ કરી:જયરાજે કહ્યું- ‘મને જે સવાલ કરાયા તેના જવાબ આપ્યા’, બગદાણા હુમલા કેસમાં નવાજૂનીના એંધાણ

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા SIT સમક્ષ હાજર થયા હતા. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબા મેરેથોન પૂછપરછ કરી હતી. SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT…

Read More

રાજપીપળામાં 40થી વધુ વાઘના ચામડા મળ્યા:મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળ્યાં; ગુજરાતમાં પ્રથમ ઘટના

નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. મંદિરના જૂના મકાનમાંથી દુર્ગંધ આવતા વનવિભાગને જાણ કરાઈ રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે…

Read More

મુંબઈના સિંગર પર અમદાવાદમાં હુમલો:કાનનો પડદો ફાટ્યો, મોઢે ટાંકા આવ્યા; સોંગ ક્રેડિટની અદાવતમાં ગુજરાતી સિંગર સહિત 6 લોકો હથિયાર વડે તૂટી પડ્યા

અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે…

Read More

‘2029માં પણ મોદી જ PM, રાહુલ બાબા હારથી ન થાકો’:શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- જનતાને જે ગમે, તેનો વિરોધ કરો, તો મત ક્યાંથી મળે; 27 કિમી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ

અમિત શાહે પ્રહાર કરતાં કહ્યું, રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ…

Read More

અમદાવાદમાં ચાર યુવતીઓ વચ્ચે મારામારી, જાહેરમાં તમાશો:યુવકે યુવતીને આગળ બેસાડી જોખમી રીતે એક્ટિવા ચલાવ્યું, કાયદાના લીરેલીરા ઉડાવતા 3 વીડિયો સામે આવ્યા

અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વાઇરલ થયેલા ત્રણ વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં સિંધુભવન રોડ ઉપર એક બાઈક પર બે યુવકો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જ્યારે સિંધુભવન રોડ પરના બીજા વીડિયોમાં યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હતી. જ્યારે ત્રીજા વીડિયોમાં એક એક્ટિવા પર યુવકે જોખમકારક રીતે યુવતીને બેસડાઈ વાહન ચલાવી…

Read More

ધુરંધર ફિલ્મના ડાયલોગ સામે બલોચ સમાજ હાઈકોર્ટ પહોંચ્યો:સમુદાય સામે અપમાનજનક ટિપ્પણી, સંજય દત્તનો ડાયલોગ હટાવો અથવા મ્યૂટ કરો; ફિલ્મમેકરો જાહેર માફી માગે

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર, જીયો સ્ટુડિયો, CBFC, બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વગેરેને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરી છે. અરજદાર પૈકી એક ઉતર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. ફિલ્મનો…

Read More

PM મોદી અને અદાણીનો ડીપફેક વીડિયો 48 કલાકમાં હટાવવા આદેશ:જયરામ રમેશ, પવન ખેડા સહિતના કોંગ્રેસ નેતાઓને અમદાવાદ સિવિલ કોર્ટની શો-કોઝ નોટિસ

અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવાના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ડીપફેક વીડિયો 48 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે INC અને તેના નેતાઓને 29 ડિસેમ્બર…

Read More

સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે:IIT મુંબઈ અને IIT રુરકીની ટીમ ઈન્સ્પેક્સન કરશે, સંપૂર્ણ તપાસ કરાયા બાદ બ્રિજ અંગે અંતિમ નિર્ણય કરાશે

અમદાવાદના મુખ્ય સુભાષ બ્રિજમાં સુપર સ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતાં તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ 25 ડિસેમ્બર, 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. એક્સપર્ટ દ્વારા ટેસ્ટિંગની કામગીરી…

Read More
ભારતે સા. આફ્રિકાને ત્રીજી વન-ડેમાં રગદોળ્યું:9 વિકેટથી જીતીને સિરીઝ કબજે કરી

ભારતે સા. આફ્રિકાને ત્રીજી વન-ડેમાં રગદોળ્યું:9 વિકેટથી જીતીને સિરીઝ કબજે કરી

ભારતે સાઉથ આફ્રિકાને ત્રીજા વન-ડેમાં 9 વિકેટથી હરાવ્યું છે. વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. સાઉથ આફ્રિકા 270 રન જ બનાવી શકી. ભારતે 40મી ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. વિરાટ કોહલીએ લુંગી એન્ગિડીની બોલ પર સતત બે ચોગ્ગા મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી દીધી. ડૉ. YS રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં…

Read More