ધુરંધર ફિલ્મના ડાયલોગ સામે બલોચ સમાજ હાઈકોર્ટ પહોંચ્યો:સમુદાય સામે અપમાનજનક ટિપ્પણી, સંજય દત્તનો ડાયલોગ હટાવો અથવા મ્યૂટ કરો; ફિલ્મમેકરો જાહેર માફી માગે
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર, જીયો સ્ટુડિયો, CBFC, બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વગેરેને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરી છે. અરજદાર પૈકી એક ઉતર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. ફિલ્મનો…
