Headlines

ઈરાન વોર વચ્ચે ટ્રમ્પે મોકલી 15- શરતો! આ રીતે બંધ થશે યુદ્ધ

અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધના 26મા દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 15-મુદ્દાની શાંતિ યોજના મોકલી છે. આ યોજનાનો હેતુ યુદ્ધનો ઝડપથી અંત લાવવા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક પ્રતિબંધો લગાવવાનો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં “ખૂબ જ સારી” વાટાઘાટો થઈ છે. તેમને 15-મુદ્દાના એગ્રીમેન્ટ પર વધુ ચર્ચા કરવા માટે ઈરાની પાવર પ્લાન્ટ પરના હુમલા 5 દિવસ માટે મુલતવી રાખ્યા છે. આ યોજના પાકિસ્તાન દ્વારા ઈરાનને મોકલવામાં આવી હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે વાટાઘાટોનું આયોજન કરવાની ઓફર કરી હતી.

ટ્રમ્પના 15 મુદ્દાઓ કયા?

1 મહિનાનું તાત્કાલિક સીઝફાયર: બંને પક્ષો પર હુમલા તાત્કાલિક બંધ કરવા જોઈએ જેથી વાતચીત થઈ શકે.

ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં: ઈરાને લેખિત ગેરંટી આપવી પડશે કે તે ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવશે નહીં.

બધી પરમાણુ ક્ષમતાઓનો નાબૂદ: ઈરાનની હાલની પરમાણુ સુવિધાઓનો નાશ કે નિષ્ક્રિય કરવો.

યુરેનિયમ સ્ટોક ડેશન બહાર : ઈરાનનો યુરેનિયમનો સંપૂર્ણ સ્ટોક દેશની બહાર (યુનાઈટેડ સ્ટેટ્સ કે ત્રીજા દેશમાં) મોકલવો.

યુરેનિયમ સ્ટોક બંધ: ઈરાની ભૂમિ પર યુરેનિયમ સ્ટોક સંપૂર્ણપણે બંધ કરવું.

ઈરાનની બહાર ફ્યુઅલ સુવિધાઓ: જો નાગરિક પરમાણુ કાર્યક્રમ ચલાવવાનો હોય તો ફ્યુઅલ ઉત્પાદન સુવિધાઓ ઈરાનની બહાર અને યુએન દેખરેખ હેઠળ સ્થિત કરવામાં આવશે.

બેલાસ્ટિક મિસાઈલ કાર્યક્રમ બંધ : ઈરાનની બેલિસ્ટિક મિસાઈલો અને સંબંધિત લશ્કરી માળખાનો વિનાશ.

પ્રોક્સી ગ્રુપને સમર્થન બંધ કરવું: હિઝબુલ્લાહ અને હમાસ સહિત તમામ પ્રોક્સી ગ્રુપને શસ્ત્રો અને ભંડોળ પૂરું પાડવાનું બંધ કરવું.

ઈઝરાયલ પર હુમલા બંધ કરવા: હિઝબુલ્લાહ સહિત ઈઝરાયલ પર હુમલા બંધ કરવાની ખાતરી આપવી.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવું: સ્ટ્રેટને સંપૂર્ણપણે ખુલ્લું અને જહાજો માટે સુરક્ષિત રાખવું. ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરી શકે છે.

અમેરિકન અને ઇઝરાયલી જહાજોની સલામતી: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા અમેરિકન અને ઇઝરાયલી જહાજોના સુરક્ષિત માર્ગની ખાતરી આપવી.

આંશિક પ્રતિબંધોમાં રાહત: અમુક આર્થિક પ્રતિબંધો હટાવી શકાય છે, પરંતુ રાહત ફંડનો ઉપયોગ માત્ર માનવતાવાદી હેતુઓ માટે થવો જોઈએ.

યુએન દેખરેખ: સમગ્ર કરારનું નિરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.

આર્થિક સહયોગની શક્યતા: જો શરતો પૂરી થાય તો ઈરાનના અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે કેટલાક આર્થિક સહયોગની ચર્ચા કરવામાં આવે છે.

સ્થાયી શાંતિ : લાંબા ગાળાના ઉલ્લંઘનો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કડક ચકાસણી સ્થાપિત કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પની યુદ્ધવિરામ યોજનાથી ઇઝરાયલી અધિકારીઓ ચોંકી ગયા છે. તેઓ તેમને યુદ્ધ ચાલુ રાખવા માટે આગ્રહ કરી રહ્યા હતા. ઇઝરાયલી ડીફેન્સ મીનીસ્ટર કાત્ઝે આજે કહ્યું હતું કે સૈન્ય લિટાની નદી સુધી દક્ષિણ લેબનોન પર કબજો કરશે અને તે એરિયામાં કોઈ ઘર કે નાગરિકો નહીં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *