Headlines

‘2029માં પણ મોદી જ PM, રાહુલ બાબા હારથી ન થાકો’:શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- જનતાને જે ગમે, તેનો વિરોધ કરો, તો મત ક્યાંથી મળે; 27 કિમી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ

અમિત શાહે પ્રહાર કરતાં કહ્યું, રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે. - Divya Bhaskar

અમિત શાહે પ્રહાર કરતાં કહ્યું, રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે, સાથે જ તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે ‘રાહુલ બાબા, હારથી થાકો નહીં’. શાહે વિપક્ષની ટીકા કરતા ઉમેર્યું હતું કે, જે બાબતો જનતાને ગમે છે તમે હંમેશા તેનો જ વિરોધ કરો છો, તો પછી જનતા તમને મત ક્યાંથી આપે? વિકાસના કાર્યોની પ્રશંસા કરતા તેમણે આ નવી ડ્રેનેજ લાઇનને એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો ગણાવ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ, એસજી હાઇવે અને સર્વિસ રોડની વચ્ચેના ભાગે આઇકોનિક પ્લેસ મેકિંગનું ઉદ્ધાટન તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરાયું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરાયું.

અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે આનંદ થાય તેવી કાર્યક્રમ છે. ખૂબ નાનકડો પણ મોટો પ્રસંગ વણઝરમાં થયો છે. 73માં જેમનું બધું જ ઉજડી ગયું તેવા કેટલાક લોકો તે સમયે અહીંયા આવીને વસ્યા. 50 વર્ષ પેઢીએ સુધી રહ્યા પરંતુ પ્લોટની માલિકી કોઈક કારણસર અટકી ગઈ હતી. અમિત ઠાકરે આ મુદ્દાનો ઉકેલ લાવવા કામ કર્યું તે મહત્વનું છે. ફાઈલોને અંજામ સુધી અમિત ઠાકરે કામ કર્યું છે. લોકોના જીવનમાં આજે ઘણો મોટો પ્રસંગ છે. આજથી આ તમામ લોકો માટે આ પ્રક્રિયા કાયદેસર થઈ ગઈ છે.

5 લાખ લોકો અને 4500 સોસાયટીના ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા બીજી સમસ્યા અમદાવાદના 9 વોર્ડમાં રહેતા 15 લાખ લોકો અને 4500 સોસાયટીના ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા નહતી. આખી ક્ષેત્ર વસતા વસતા ગામડાઓ જઈ શહેર બન્યું. જેથી તેની ચિંતા કરવી હોય તો સમય અને બજેટ બંનેની જરૂર હતી. કેટલીક જગ્યાએ ગટર ઉભરાતી હતી જેનાથી દુઃખ થતું હતું. 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને વ્યાસની પાઇપો પણ ઉતારવામાં આવી છે. નદી જતી હોય તે પાણી જતું મેં જોયું છે. ગટરના પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થતી હતી.

15 લાખ લોકોમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા થઈ છે. વેસ્ટર્ન ટ્રન્ક લાઇનનું લોકાર્પણ ઓછા સમયમાં થશે તેનો મને પણ વિશ્વાસ નહતો. 15 લાખનો આબાદી એટલે એક શહેર કહેવાય તેની સમસ્યા દૂર થઈ છે. જ્યારે પણ ફોન કરતો ત્યારે ગુસ્સો થઈને વાત કરવી પડતી હતી. પરંતુ તે લોકો કહેતા કે સાહેબ જલ્દી કામ પૂરું થઈ જશે તે થઈ ગયું છે.

પ્લોટની માલિકીની સનદ અપાઈ.

પ્લોટની માલિકીની સનદ અપાઈ.

‘ગટરની વ્યવસ્થા ન હોવા છતાં ક્યારેય આંદોલન કર્યું નથી, જેથી રાહુલ ગાંધીએ આ સમજવાની જરૂર’ અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સંસદમાં એક વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે કેમ ચૂંટણી હારી જઇએ છીએ અરે રાહુલ ગાંધી અમારી વિનંતી છે કે આ બે કાર્યક્રમ સમજી લો તો તમને સમજાઈ જશે કે તમે કેમ ચૂંટણી હારો છો. કોઈ મોટું આંદોલન થયું નથી કોઈએ મને રોક્યો પણ નથી. કોઈએ પણ કશું પણ કહ્યા વગર વર્ષો જૂની માંગણી સંવેદનશીલતાના કારણે પૂરી થઈ છે. જનતા માંગણી કરે કે ન કરે પરતું તેનું કામ કરવાનું કામ ભાજપ અને નરેન્દ્ર મોદીએ કહ્યું છે. 15 લાખ લોકોની વસ્તીની ગટરની વ્યવસ્થા ન હોવા છતાં ક્યારેય પણ કોઈએ કોઈ આંદોલન કર્યું નથી. જેથી રાહુલ ગાંધીએ આ સમજવાની જરૂર છે પરંતુ જે તેમનો વિષય નથી SIR જેવી વસ્તુઓમાં ધ્યાન આપે છે.

વૈષ્ણોદેવીથી ફતેવાડી સુધી 27 કિમી લંબાઇની

વૈષ્ણોદેવીથી ફતેવાડી સુધી 27 કિમી લંબાઇની

‘રામ મંદિર બનાવીએતો તમે વિરોધ કરો…..તમે વિરોધ કરો…’ શાહે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, બંગાળ અને તમિલનાડુમાં પણ હરાવીશું તે નક્કી કરીને રાખ્યું છે. ફરી એક વખત મોદીની સરકાર બનશે. રામ મંદિર બનાવીએ તો તમે તેનો વિરોધ કરો છો. જે પણ નિયમ લાવીએ તેનો તમે વિરોધ કરો છો તો તમને ક્યાંથી મત મળવાના છે. જેને પોતાની પાર્ટી નથી સમજાવી શકી તેને અમે કઈ રીતે સમજાવી શકીશું. અમે રામ મંદિર બનાવીએ તમે વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીએ તમે વિરોધ કરો, એર સ્ટ્રાઇક કરીએ તમે વિરોધ કરો, બાંગ્લાદેશી ઘુસણખોરો ભગાવીએ વિરોધ કરો, કાશીનું મંદિર બનાવીએ વિરોધ કરો, ટ્રિપલ તલાક 370ની કલમ હટાવીએ તમે વિરોધ કરો, કોમન સિવિલ કોડ લાવીએ તેનો વિરોધ કરો. જનતાને જે ગમે છે તેનો તમે વિરોધ કરો છો, ક્યાંથી મત મળે ભાઈ. રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *